જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાના જગત મંદિર ખાતે અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોને ભીડ જોવા મળી હતી. અહીં દેવસ્થાન સમિતિ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સુંદર આયોજન સાથે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ભવ્ય રીતે વધાવ્યો હતો.
આ કૃષ્ણ જન્મ પ્રસંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો – હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું.