ગુજરાતમાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવવાની જાહેરાત કરતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, હવેથી પાલિકા-પંચાયતોમાં હોદ્દો ભોગવ્યો હોય તેમને ફરીથી તક નહીં મળે.તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત 1500 જેટલા સભ્યો જેમણે જવાબદારી સોપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, પક્ષમાં કાર્યકર્તાઓને પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે અને તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં, દરેક બેઠક માટે ત્રણ નીરિક્ષકોને મોકલવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ કરાયો હતો. દરેક જિલ્લામાં જઇને તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રમુખ-મહામંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્યોને સાંભળ્યા હતા અને તેમના દ્વારા સૂચવવામાં આવેલા નામને અલગ-અલગ તારીખે સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, ભાજપની પરંપરા રહી છે કે લગભગ 4 પદ છે, એ ચાર પદમાં મેયર,ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટી, જિલ્લાના પ્રમુખ-ઉપ પ્રમુખ કારોબારીમાં નો-રિપીટેશનમાં લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે વધુમાં વધુ નવા લોકોને પણ તક મળશે. ભાજપ કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠક જીત્યું છે જેને કારણે નવા લોકોને તક મળવી જોઇએ અને તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ થાય તેના માટે નિર્ણય કર્યો છે. પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, સામાન્ય રીતે જનરલ બેઠક છે તેના પર પ્રયત્ન રહે છે કે સામાન્યને જ જવાબદારી આપવી. દરેક કાર્યકર્તાને સીનિયોરિટી, સંગઠનમાં કામ કરવાની પદ્ધતિ, બધા પાસાઓને ધ્યાનમાં રાખીને આક્ષેપો હશે તેને ધ્યાનમાં લઇશું અને ચકાસણી કરીશું. પારદર્શક રીતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હિયરીંગ કરીશું અને સારો નિર્ણય કરીને ગુજરાતમાં સારો વહીવટ લોકોને આપી શકાય તેવી ખાતરી આપુ છું.