Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરના નામાંકિત તબીબ સાથે લાખોની છેતરપિંડી

જામનગરના નામાંકિત તબીબ સાથે લાખોની છેતરપિંડી

તબીબ પુત્રને મેડીકલ કોલેજમાં એનઆરઆઈ કવોટામાં એડમિશન માટે રૂા.15 લાખ પડાવ્યા : રાજસ્થાનના શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતાં નામાંકિત તબીબના પુત્રને મેડીકલ કોલેજમાં એનઆરઆઈ કવોટામાં એડમિશન અપાવી દેવાની લાલચ આપી રાજસ્થાનના શખ્સે રૂા.15 લાખ પડાવી લીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પાર્ક કોલોની વિસ્તારમાં કમિશનર બંગલા શેરીમાં રહેતાં હિમાંશુ મુકુન્દરાય પાઢ નામના નામાંકિત તબીબના પુત્રને મેડીકલ કોલેજમાં એડમીશન મેળવવા માટે પ્રયત્ન કરતા હતાં. તે દરમિયાન રાજસ્થાનના ઉદયપુરમાં રહેતાં ધવલ સંઘવી નામના વચેટીયાની સાથે મુલાકાત થઈ હતી. જેથી ધવલે તબીબને વિશ્ર્વાસમાં લઇ તબીબ પુત્રને મેડીકલ કોલેજમાં એનઆરઆઈ કવોટામાં એડમિશન અપાવી દેવાની લાલચ આપી વિશ્ર્વાસ કેળવી તબીબ પાસેથી 5-6-2022 થી તા.24-8-2023 દરમિયાન રૂા.15 લાખ જુદા જુદા સમયે પડાવી લીધા હતાં. તબીબે રકમ આપ્યા બાદ એડમીશન માટેની પુછપરછ કરતા ધવલ દ્વારા સંતોષકારક પ્રત્યુતર મળતો ન હતો. જેથી આખરે તબીબે કંટાળીને રાજસ્થાનના શખ્સ વિરૂધ્ધ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો ડી પી ચુડાસમા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular