Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરવાલ્કેશ્વરી સોસાયટીમાં થયેલ ચોરીના કેસમાં મહિલા આરોપી ઝડપાઇ

વાલ્કેશ્વરી સોસાયટીમાં થયેલ ચોરીના કેસમાં મહિલા આરોપી ઝડપાઇ

રૂા.61000 ની કિંમતનો કોપર વાયર સહિતનો મુદ્દામાલ કબ્જે કરતી સીટી બી પોલીસ

- Advertisement -

જામનગર શહેરમાં વાલ્કેશ્વરી સોસાયટીમાં ચાલુ બાંધકામની બિલ્ડિંગમાંથી કેબલ તથા કોપર વાયર સહિતની ચોરીના કેસમાં સીટી બી પોલીસે એક મહિલાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વાલ્કેશ્વરી સોસાયટીમાં સિલ્વર 07 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હોય તેમાં પહેલાં માળે રૂમમાંથી રૂા.98,259 ની કિંમતના કેબલ, સ્વીચ તથા કોપરના વાયરની ચોરી થયા અંગે સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ વેંચવા માટે એક મહિલા બેડેશ્ર્વર ઓવરબ્રીજ નીચે ઉભી હોવાની સીટી બી ના સર્વેલન્સ સ્ટાફના પો.કો. બલભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા ની સૂચના તથા પીઆઇ એચ.પી.ઝાલા, પીએસઆઈ એ.વી. વણકરના માર્ગદર્શન હેઠળ સીટી બી ના હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફ દ્વારા બાતમી વાળા સ્થળે રેઇડ દરમિયાન મહિલાને કોર્ડન કરી નામઠામ પૂછતા પોતાનું નામ લખીબેન મુકેશ શેખાનિયા જણાવ્યું હતું. તેની પાસેથી રૂા.61 હજારની કિંમતના 28 કિલો 800 ગ્રામ કોપર વાયરનો ગુચડો મળી આવતા તેની પૂછપરછ હાથ ધરતા બે મહિના પૂર્વે મહિલા તથા સંજય રાયધન વાઘેલા સાથે મળી વાલ્કેશ્વરીમાં એક એપાર્ટમેન્ટમાંથી તાળા તોડી ચોરી કરી હોવાની કેફીયત આપતા પોલીસ દ્વારા મહિલાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular