જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં યુવાને માથાકૂટ કરવા સાથે આવવાની ના પાડતા શખ્સે છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના ગોકુલનગરમાં રહેતાં જીતેશ ઉર્ફે જેનીયો મકવાણાની બહેન કોઇ સાથે ચાલી ગઇ હતી. જેથી તેની સાથે માથાકૂટ કરવા માટે કનકસિંહ લધુભા જાડેજાના ભાઈને કહેતા યુવાને માથાકૂટમાં સાથે આવવાની ના પાડતા જીતેશે કનકસિંહના ભાઈને અપશબ્દો બોલી છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે કનકસિંહના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ આરંભી હતી.