Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 11 સ્થળે જૂગાર દરોડા, 9 મહિલા સહિત 52 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં 11 સ્થળે જૂગાર દરોડા, 9 મહિલા સહિત 52 શખ્સો ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુકેશ ભીખુ નાગેશ, દશરથસિંહ ભરતસિંહ જેઠવા, ભીમા નથુ ખાણધર, અજય અર્જુન બોન્દ્રે અને પાંચ મહિલા સહિત નવ શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.24,900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, ધ્રોલ ગામમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જૂગાર રમતા મચ્છા લીંબા વરૂ, બુધા કરશન ગમારા, રુખા સામંત જુંઝા, સોયબ ઉર્ફે શૈલો જુમા નારેચા, પુના ઉર્ફે રવિ કરશન વરૂ, વાલા દેવા ભુંડિયા સહિતના 6 શખ્સોને ધ્રોલ પોલીસે રૂ.13230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાંથી જૂગાર રમતા ચીમન જીવન ખાંટ, પ્રફુલ્લ પરસોતમ ખાંટ, ભરત બચુ દેસાઈ, નવીન માવજી રામોલિયા, અરજણ કાનજી બાલસ, દિનેશ લીલા સગારકા, હરીલાલ પ્રેમજી ખાંટ નામના સાત શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.12350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જોડિયા તાલુકાના દુધઇ ગામમાં તીનપતિનો જૂગાર રમતા ગોપાલ ગોવિંદ ચનિયારા, અશોક ગોરધન ચનિયારા, ભૂપત જગજીવન રાઠોડ, પરસોતમ મેઘજી મેંદપરા અને ત્રીભુવન લક્ષ્મણ ગાંભવા નામના પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.12200ની રોકડ રકમ અને રૂા.11500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા.23700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામનગર જિલ્લાના કાનાલુસ ગામમાંથી સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા અશોક જીવનસંગ વાળા, અભિષેક મહેશ કણોજીયા, ભાવેશ મંગલસિંહ બેસ, સુખદેવ માનસંગ ચૌહાણ, દિલીપસંગ જાલમસંગ ગોહિલ નામના પાંચ શખ્સોને મેઘપર પોલીસે રૂા.11530 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, લાલપુર ગામમાં ધરારનગર વિસ્તારમાંથી જૂગાર રમતા અતુલ લધુ વાઘેલા, નગીન કારા રાઠોડ, અલ્પેશ કનૈયા નંજાર, નિલેશ કારા રાઠોડ નામના ચાર શખ્સોને લાલપુર પોલીસે રૂા.10040 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર શહેરના મયુરનગર ત્રણ માળિયા આવાસ પાસે તીનપતિનો જૂગાર રમતા વિપુલ વાધા જાકલિયા, અરવિંદ સોમા વીસોટીયા, સામજી વીરાણી અને ચાર મહિલા સહિત સાત શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસે રૂા.10350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

આઠમો દરોડો, કાલાવડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સુનિલ ધીરુ સોલંકી, નરેશ બાબુ ગોદડિયા, સાહીલ નરેશ કાંજિયા નામના ત્રણ શખ્સોને કાલાવડ પોલીસે રૂા.4750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

નવમો દરોડો, જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સબીરમીયા ઉમરમીયા બુખારી, દેવશી હીરા હિંગડા, મજીદમીયા કાસમમીયા બુખારી નામના ત્રણ શખ્સોને જોડિયા પોલીસે રૂા.3460 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

દશમો દરોડો, કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાંથી જૂગાર રમતા સંજય ગોપાલ મકવાણા, હરેશ વાલજી વરણ, અશોક કિશોર વરણ, ઘનશ્યામ ભીખા વરણ, મુકેશ ભુરા વરણ, અમિત ખીમજી વરણ નામના છ શખ્સોને રૂા.2400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

અગિયારમો દરોડો, જામનગર જિલ્લાના સેતાલુસ નજીકથી તીનપતિનો જૂગાર રમતા કાદર જલાલમીયા બુખારી અને મનસુખ હરશી ધુલિયા નામના બે શખ્સોને મેઘપર પોલીસે રૂા.950 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular