તાજેતરમાં જમ્પસ્ટાર્ટ એડ્યૂકેર પ્રિ-સ્કૂલમાં ટિચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બાળકો શિક્ષકો સાથે વાલીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. શિક્ષકો દિવસ દરમિયાન બાળકો સાથે કેવી રીતે સમય વિતાવે છે. જે રીતે શિક્ષકો કલાસરુમમાં બાળકો સાથે ગમ્મત અને જ્ઞાનની આપ-લે કરતાં હોય છે. તેનો સુખદ અનુભવ વાલીઓ પણ અનુભવે તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વાલીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. તેમજ બધા જ વાલીઓ બાળકો સાથે કલાસરુમમાં સમય વ્યતિત કરવા માટે તત્પર જણાતા હતાં. સમગ્ર આયોજનની સફળતાનો શ્રેય માધવી જોશીના માર્ગદર્શન હેઠળ જંપસ્ટાર્ટ એડ્યૂકેર પ્રિ-સ્કૂલના તમામ મેન્ટર, બાળકો તથા ઉત્સાહી વાલીઓના શિરે જાય છે. આ ઉજવણી નિમિત્તે જૈન એડ્યૂકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ દ્વારા તમામને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.