Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઇસરોના સૂર્ય મિશનનું સફળતાપૂર્વક લોન્ચીંગ

ઇસરોના સૂર્ય મિશનનું સફળતાપૂર્વક લોન્ચીંગ

હરિકોટા લોન્ચ પેડ પરથી આજે બપોરે ઇસરોના સૂર્ય મિશનનું સફળતાપૂર્વક લોન્ચીંગ થયું છે. સૂર્યના સંશોધન માટે આદિત્ય એલ-1નું શકિતશાળી રોકેટ મારફત અવકાશમાં રવાના કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે આજે સવારે નિર્ધારિત સમયે ઙજકટ ડક રોકેટનો ઉપયોગ કરીને આદિત્ય ક1 અવકાશયાન શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે.
આદિત્ય એલ-1સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન હશે. આ અવકાશયાન લોન્ચ થયાના 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 પર પહોંચશે. આ બિંદુ પર ગ્રહણની કોઈ અસર નથી, જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ મિશનનો અંદાજિત ખર્ચ 378 કરોડ રૂપિયા છે. આદિત્ય સ્પેસક્રાફ્ટને ક1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિનાનો સમય લાગશે. આ 120 દિવસ 31 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ થશે. જો મિશન સફળ થાય છે અને આદિત્ય અવકાશયાન એલ-1 પર પહોંચે છે, તો 2023માં ઈંજછઘ માટે આ બીજી મોટી સિદ્ધિ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular