ખંભાળિયા તાલુકાના ગામે સ્થાનિક પોલીસે એક મંદિર પાસે રાત્રિના સમયે જુગાર દરોડો પાડી, સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ઘેલા આલા જોડ, માલા ભીખા સંઘવ, ડાયા તેજા જોડ, રાજા કારા જોડ, હરી બાબુ જોડ અને નથુ આલા જોડ નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂ. 21,150 રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 31,150 નો મુદામાલ કબજે કર્યો હતો.