Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરરાજપૂત અગ્રણી દ્વારા તેમના પત્નિના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય - VIDEO

રાજપૂત અગ્રણી દ્વારા તેમના પત્નિના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય – VIDEO

લાખાબાવળની આશ્રમ શાળાના બાળકોને શ્રાવણી મેળાની મોજમજા કરાવી ભોજન કરાવ્યું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગરના રાજપૂત સમાજના સેવાભાવી અગ્રણી દ્વારા તેમના પત્નિના જન્મદિવસ નિમિત્તે લાખાબાવળની આશ્રમ શાળાના અનાથ અને સિંગલ પેરેન્ટસના બાળકોને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રાવણી મેળાની મોજ કરાવી હતી. તેમજ બાળકોને રાત્રી ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરના મોટીખાવડીના રાજપૂત સમાજના અગ્રણી પ્રદિપસિંહ વાળાના પત્નિ ઇલાબાનો જન્મદિવસ હોય, તેમણે જન્મદિવસની અનોખી ઉજવણી કરવા નિર્ધાર કર્યો હતો. તેના ભાગરૂપે જામનગર તાલુકાના લાખાબાવળ ગામની માનવ સેવા સંચાલિત આશ્રમ શાળાના એવા બાળકો જે અતિગરીબ, અનાથ તેમજ સિંગલ પેરેન્ટસ બાળકો માટે શ્રાવણી મેળાની મોજ-મજા કરાવવા નિશ્ર્ચય કર્યો હતો. જે અંતર્ગત જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જામનગર મહાનગરપાલિકા આયોજિત શ્રાવણી મેળામાં બાળકોને મેળાની મોજ-મજા કરાવી હતી. આ મેળાનો બાળકોને લાભ લેવા માટે પ્રદિપસિંહ વાળા દ્વારા મેળાના સંચાલકોનો સંપર્ક કરી બાળકોને સ્વખર્ચે મેળામાં લાવવા માગતા હોવાની રજૂઆત કરી હતી અને આ માટે ડિસ્કાઉન્ટ સાથે વિશેષ વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરતાં મેળાના આયોજકો શબ્બિરભાઇ અખાણી તથા નિલેશભાઇ દ્વારા મેળાના પ્રારંભના દિવસે જ બાળકોને લાવવા માટે જણાવી યોગ્ય વ્યવસ્થા પણ કરી આપી હતી.

- Advertisement -

રાજપૂત અગ્રણી પ્રદિપસિંહ વાળા દ્વારા લાખાબાવળથી બસની વ્યવસ્થા કરી બાળકોને પ્રદર્શન ગ્રાઉન્ડ મેળામાં પહોંચાડી આયોજકોના સહકારથી તમામ રાઇડોમાં બાળકોને બબ્બે વખત બેસાડી આઇસ્ક્રીમ, ચોકલેટ, બિસ્કીટ સહિતનો નાસ્તો કરાવ્યો હતો. તેમજ બાળકોને રમકડાં પણ વિનામૂલ્યે આપ્યા હતાં. આયોજકોના સહકારથી 175 જેટલા બાળકોને આ શ્રાવણી મેળાનો લાભ મળ્યો હતો. તેમજ બાળકોને રાત્રી ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. બાળકોને મળેલા આ અલભ્ય લાભ બદલ બાળકોએ પણ શાળાના બગીચામાંથી જ જાત-જાતના ફૂલ તોડી જાતે બુકે બનાવી પ્રદિપસિંહ વાળાના પત્નિ ઇલાબાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તેમજ બાળકોએ બુકમાં પેઇન્ટિંગ બનાવી મેળાની મજા તથા જન્મદિવસની ઇલાબાને શુભેચ્છા પાઠવી હતી. આ તકે ઇલાબાની આંખોમાં પણ હર્ષના આસું આવતાં બાળકોને તેમના સુખ-દુ:ખમાં સાથ આપવા વચન આપ્યું હતું.

બાળકોની ખુશી જોઇ પ્રદિપસિંહ વાળા તથા પરિવારે પણ હર્ષની લાગણી અનુભવી હતી. તેમજ શ્રાવણી મેળાના આયોજકો શબ્બિરભાઇ, નિલેશભાઇ, હિતેશભાઇ તથા જિગ્નેશભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પ્રદિપસિંહ સાથે ઉપસ્થિત તેમના મિત્ર ભાવેશભાઇ પાટલિયાએ પણ બાળકોને પેન્સિલ, રબ્બરની સ્ટેશનરી ગિફટ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular