દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના દાતા ગામે એલસીબી પોલીસે રાત્રિના પોણા બે વાગ્યે એક વાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડી, તીનપત્તી નામનો જુગાર રમી રહેલા પ્રવીણ રામદે ગંઢ અને દેવુ ખેતા ધારાણી નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે દરોડો પાડતા જુગાર રમતા અન્ય શખ્સો ધારા અરજણ સાખરા, દેવુ સાખરા, ડાડુ સાખરા, જેઠા માણસુર અને નાગા રામ મોવર નામના પાંચ શખ્સો અંધારામાં પોલીસને ચકમો આપીને અંધારામાં નાસી છૂટ્યા હતા.
દરોડાની આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 20,300 રોકડા, રૂા.5,000 ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 55 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂા. 80,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ખંભાળિયા પોલીસમાં પાંચ ફરાર સહિત તમામ સાત શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના દાતા ગામેથી જયંતગીરી મોહનગીરી ગોસ્વામી, હીરા રામ વારસાખીયા, ખેરાજ મેઘા સિંચ, રાજુ ગોવા વઘોરા, દેરાજ રાજા સિંચ, લખુ જીવા પારીયા, દેવશી ખેરા સિંચ અને મુકેશ બચુ સિંચ નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂા. 12,830 રોકડા તથા રૂા.11,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા. 23,830 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે સલાયા મરીન પોલીસે જુગાર અંગે દરોડો પાડી, પ્રવીણ માલદે નંદાણીયા, નિતેશ ભોજા ભોચીયા, દેવરખી કરસન ગોજીયા, વરવા અરજણ નંદાણીયા, જીતેશ લખમણ ભોચીયા અને સાજણ જેસા નંદાણીયા નામના ઝડપી લઇ રૂા. 10,250 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.દ્વારકાના ગયા કોઠા વિસ્તારમાંથી પોલીસે સોમભા જશરાજભા વાઘા, રાજપારભા ભાયાભા વાઘા, જશરાજભા કરસનભા ગાદ અને પત્રામલભા દેરાજભા માણેકને ઝડપી લઇ રૂા.12,450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભાણવડ પોલીસે રામેશ્વર પ્લોટ પાસેથી મનુ મંગાભાઈ સોરઠીયા અને બે મહિલા સહિતનાઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.