Friday, September 20, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ભાણવડમાં કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી: કેબિનેટ મંત્રી

- Advertisement -

ભાણવડ તાલુકાના માનપર ગામે પ્રવાસન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો.

- Advertisement -

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાના વન મહોત્સવની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી થાય તે જરૂરી છે. વૃક્ષોનું જતન કરવું એ માત્ર વન વિભાગની જ નહિ પણ આપણા સૌની જવાબદારી છે. પર્યાવરણની જાળવણી કરવા માટે વૃક્ષનું જતન કરવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દ્વારકા જિલ્લામાં હર્ષદ ખાતે હરસિધ્ધિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દરેક ગ્રામ્ય વિસ્તારમાં, શહેરમાં, શાળાઓમાં, સરકારી કચેરીઓમાં, ઘર આંગણે વૃક્ષોનું વાવેતર કરી આપણા તાલુકાના હરિયાળો તાલુકો બનાવીએ.

- Advertisement -

આ ઉપરાંત તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગે પણ જણાવ્યું હતું. તેમની સાથે નાયબ વન સંરક્ષક અરુણકુમાર દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શાળાના બાળકો માટે નેચર કેમ્પ કરવામાં આવશે. બાળકોએ વૃક્ષોને દતક લઇ તેની જાળવણી કરવી જોઈએ.

- Advertisement -

અહીંના શિવ મંદિર ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનારા વન વિભાગના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અગ્રણી પાલાભાઈ કરમુર દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. મદદનીશ વન સંરક્ષક કે.કે. પિંડારિયા દ્વારા સ્વાગત પ્રવચન તેમજ ઇન્ચાર્જ આર.એફ.ઓ. પાયલ જોષી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular