જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારના ઝોન-બીમાં તા. 28ને સોમવારના રોજ ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 700 એમએમ ડાયાની પાણીની પાઇપલાઇનનું કામ કરવાનું હોવાથી બંધ રહેશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વોટર વર્કસ શાખા દ્વારા તા. 28 સોમવારના રોજ ગોકુલનગર ઝોન વિસ્તારમાં સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 700 એમએમ ડાયાની પાઇપલાઇનનું મુખ્ય પાઇપલાઇન સાથે જોડાણ કામ કરવાનું હોવાથી ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતાં વિસ્તારો જેવા કે, શિવનગર, શ્યામનગર, નારાયણનગર, નવાનગર, ખાખીનગર, મુરલિધરનગર, રાજરાજેશ્ર્વરી સોસાયટી, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલ મુકુંદ સોસાયટી, સુભાષનગર, મુરલીધર સોસાયટી, શિતલપાર્ક, સિધ્ધાર્થનગર, કૈલાશનગર, પ્રમુખ સ્વામી પાર્ક, સમર્પણ પાર્ક, મોહાનનગર અને ઓશવાળ સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે તથા બીજા દિવસે રૂટિન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. તેમ મહાનગરપાલિકાની વોટક વર્કસ શાખાની યાદીમાં જણાવાયું છે.