Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના મોટા માંઢામાં જૂગારસ્થળે એલસીબીનો દરોડો

ખંભાળિયાના મોટા માંઢામાં જૂગારસ્થળે એલસીબીનો દરોડો

રૂા.1,24,000 ના મુદ્દરામાલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા : ચાર ખેલંદાઓ નાશી ગયા

- Advertisement -

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે ગત સાંજે એલસીબી પોલીસે બાતમીના આધારે જુગારના અખાડામાં દરોડો પાડી, ત્રણ શખ્સોને કુલ રૂપિયા 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે આ દરોડા દરમિયાન ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા ગઈકાલે શુક્રવારે ખંભાળિયા પંથકના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલા મોટા માંઢા ગામની સીમમાં રહેતા ગઢવી નાગાજણ બુધા ભાચકનની કબજાની વાડીમાં રહેલા જુવારના વાવેતરની આડમાં બેસી અને અહીં જુગારીઓને જુગાર રમવા માટેની જરૂરી સુવિધાઓ પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને રમાતા જુગારના અખાડા પર એલસીબી પોલીસે ગત સાંજે દરોડો પાડ્યો હતો.

આ દરોડામાં પોલીસે કમલેશ ઉર્ફે કમલો વેરશી ભુવા, દેશુર જેસા પીંડારીયા અને માણસી ભીમા સંધીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 53,600 રોકડા તથા રૂપિયા 5,500 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 65,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,24,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ દરોડા દરમ્યાન અશ્વિન ડાડુ કરમુર, રીંછા પિંડારિયા, જેસા લખમણ સખીયા અને નાગાજણ બુધા ભાચકન નામના ચાર શખ્સો નાસી છૂટ્યા હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.વી. કાંબરીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular