Monday, December 23, 2024
Homeરાજ્યહાલારટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની રકમ ન ભરાયેલા ઇ-ચલણના વાહન માલિકોને પ્રિ-લીટીગેશન...

ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની રકમ ન ભરાયેલા ઇ-ચલણના વાહન માલિકોને પ્રિ-લીટીગેશન નોટીસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા દ્વારકા ખાતેના અલગ-અલગ લોકેશનો પર વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેથી 24×7 સર્વેલન્સ તથા મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં ટ્રાફીક નિયમોના ભંગ બદલ વાહન માલિકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે.

- Advertisement -

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા અદાલત દ્વારા આગામી તા. 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર નેશનલ લોક અદાલતમાં આજદિન સુધી દંડ ન ભરાયેલ કુલ- 3063 ઇ-ચલણોના વાહન માલિકો વિરૂધ્ધ પ્રિ-લીટીગેશન નોટીસો ઇશ્યુ કરવામાં આવી છે. જેથી દંડ ન ભરાયેલા તમામ વાહન માલિકોએ તા. 9 સપ્ટેમ્બર પહેલા બાકી ઇ-ચલણના દંડના નાણા ભરી દેવા જાણ કરવામાં આવી છે. જે ઇ-ચલણના નાણા ભરપાઇ કરવા માટે નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર), જિલ્લા પોલીસ ભવન, લાલપુર-ધરમપુર રોડ, ખંભાળિયા ખાતે અથવા જિલ્લા ટ્રાફીક શાખા, મિલન ચાર રસ્તા, ખંભાળિયા તથા દ્વારકા પોલીસ સ્ટેશન, સનાતન આશ્રમની બાજુમાં, દ્વારકા ખાતે જઇ ઓફ લાઇન ભરી શકાશે.

https://echallanpayment.gujarat.gov.in પરથી ઓનલાઈન પણ ભરી શકાશે. તા. 9 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલતના દિવસે ખંભાળિયામાં જીલ્લા અદાલત ખાતે પણ ભરી શકાશે. જેથી બાકી ઇ-ચલણના દંડના નાણા સમયસર ભરપાઇ કરવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

ઇ-ચલણ બાબતે કોઇપણ પ્રશ્ર્ન હોય તો નેત્રમ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના ફોન નંબર 02833-233722 તથા મેઇલ- ccc-dbdwarkagujarat.gov.in પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular