દ્વારકાથી આશરે 17 કિલોમીટર દૂર મુળવાસર વિસ્તારમાંથી નવીનગરી ખાતે રહેતા ઘનશ્યામસિંહ ચંદુભા જાડેજા નામના 65 વર્ષના શખ્સને રૂપિયા ચાર લાખની કિંમતની બોલેરો કારમાંથી રૂપિયા 8,800 ની કિંમતની 22 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો તેણે ગઢેચી ગામના ઓઘડભા બુધાભા સુમણીયા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે ગુનો નોંધી, આરોપીઓ ઓઘડભાની શોધખોળ હાથ ધરી છે.
અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર પોલીસે ભાટિયાથી ભોગાત તરફ જતા રસ્તેથી રૂ. 10,000 ની કિંમતના મોટરસાયકલ પર રૂપિયા 2,400 ની કિંમતની દારૂની છ બોટલ લઈને નીકળેલા ભાટિયા ગામના દિનેશ પીઠા મકવાણા (ઉ.વ. 29) ને કુલ રૂપિયા 17,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે ભોપાલકા ગામના સહદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ઓખા મરીન પોલીસે ગાંધીનગરી વિસ્તારમાં રહેતા રમેશ લાલજી ધોકિયા નામના 42 વર્ષના યુવાનને વિદેશી દારૂની બાટલી સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ફરારી તરીકે ઓખાના જીગ્નેશ લખમણભાઈ કંસારાનું નામ જાહેર થયું છે.