Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

ખંભાળિયાના વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

અગ્રણી પુત્રના નિધનથી શહેરમાં શોકનું મોજુ

- Advertisement -

ખંભાળિયાના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રજાપતિ સમાજના અગ્રણી સ્વ. મેઘજીભાઈ નરશીભાઈ ટાકોદરાના પુત્ર ચેતનભાઈ (ઉ.વ.37) નું ગઈકાલે મંગળવારે હૃદયરોગના કારણેના હુમલાના કારણે મૃત્યુ નીપજતા સમગ્ર શહેરમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.

- Advertisement -

ખંભાળિયા શહેર ભાજપના ઉપ પ્રમુખ ધીરુભાઈ ટાકોદરાના ભત્રીજા ચેતનભાઈ (ગજાનન વારા)ને ગઈકાલે મંગળવારે વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપાડતા તેમને તાકીદે સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

ચેતનભાઈ પ્રજાપતિના અકાળે નિધનથી તેમની એક માસુમ પુત્રી તેમજ પરિવારજનો સાથે સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજમાં આક્રંદ સાથે કરુણતા પ્રસરી જવા પામી છે. ગતસાંજે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય તેમના સામાજિક આગેવાનો જોડાયા હતા. ખંભાળિયા સહિત જિલ્લામાં નાની વયના યુવાનોના વધતા મૃત્યુ દરના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular