જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના લાલ બંગલા પાસે આવેલા રણજીતટાવરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝનના પીઆઇ એચ.પી. ઝાલા તથા સ્ટાફે રેઇડ દરમિયાન ડી 34 નંબરના બ્લોકમાંથી વિશ્ર્વરાજસિંહ હરદેવસિંહ જાડેજા, મેહુલ ભરત બાલીયા, અજયસિંહ નવલસિંહ ગોહિલ, વિશાલ શૈલેષ ભાદરીયા, નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, અનિલ વરવા બોદર, વિરદિપસિંહ રણજીતસિંહ જાડેજા સહિતના સાત શખ્સોને રૂા.85,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના શંકરટેકરી પાસે દિગ્વીજય પ્લોટ 45 માં જાહેરમાં જૂગાર રમતા હોવાની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો.યુવરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.આર.ચૌધરીની સૂચનાથી સ્ટાફે રેઈડ દરમિયાન ધર્મેશ કમાલભાઈ વાઘેલા, અજય મહેશ વાઘેલા, લખન મહેશ વાઘેલા, જગદીશ જીવણ વાઘેલા, મીહીર દેવુભા માણેક કેતન તુલસી પુરબીયા, ચીરાગ ચીકુ પઠાણ સહિતના સાત શખ્સોને રૂા.19,570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, ધ્રોલ ગામમાં આંબેડકરનગરમાં તીનપતિનો જૂગાર રમતા પબા રામ વરૂ, રાજા ઉર્ફે રાજુ રામ ઉર્ફે રામજી ઝુંઝા, ભાવેશ ઉર્ફે ભાવલો વકાતર, કિશોર લાખા મુંધવા, જયદીપ ઉર્ફે જયલો પુંજા લાંબરીયા, પિન્ટુ જીવા ટારીયા, પ્રવિણ કેશુ સહિતના સાત શખ્સોને રૂા.11,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના ભરકડી ગામની સીમમાંથી તીનપતિનો જૂગાર રમતા રહીમ આમદ નોયડા, મામદ નુરમામદ ઘોઘા, ઈસ્માઇલ ઈસા ઘોઘા, રફિક અલીમામદ નોયડા, અકબર મામદ નાઈ, દિનેશ ગોવિંદ મકવાણા, મહમદહુશેન અલ્લારખા ઘોઘા સહિતના સાત શખ્સોને શેઠવડાળા પોલીસે રૂા.10790 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર જિલ્લાના જોગવડ ગામમાંથી જૂગાર રમતા ચંદ્રસિંહ રણજીતસિંહ સોલંકી અને ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને રૂા.10,400 ની રોકડ રકમ સાથે મેઘપર પોલીસે ઝડપી લીધા હતાં. છઠો દરોડો, લાલપુર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સુરેશ ભીમજી પરમાર, દિપક ધીરુ પરમાર, અતુલ નાથા પરમાર, અર્જુન મગન પરમાર, રોહિત દેવજી પરમાર, રવિ દેવશી પરમાર નામના છ શખ્સોને લાલપુર પોલીસે રૂા.5,690 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
સાતમો દરોડો, જામજોધપુર ગામમાંથી તીનપતિ રમતા વિજય ઉર્ફે સંજય વિનુ સરવૈયા, કિશન લધુ પરમાર, સાગર માધા ગોહિલ નામના ત્રણ શખ્સોને રૂા.1500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આઠમો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે ખાખીનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા અરજણ ધના ચાવડા, દિલીપ બચુ મકવાણા, વજશી અરજણ ગોજિયા, ભગા પોપટ સનુરા નામના ચાર શખ્સોને રૂા.7900 ની રોકડ રકમ સાથે સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં.
નવમો દરોડો, જામનગર શહેરના સેન્ટ્રલ બેંક સામેના રોડ પરથી ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા પ્રફુલ્લ પ્રભુદાસ સોલંકી, અનિલ નાનજી કણજારીયા નામના બે શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસે રૂા.1830 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. દશમો દરોડો, જામનગરના ગુલાબનગરમાં નાગેશ્ર્વર કોલોની નજીકથી તીનપતિ રમતા લાલજી ઉર્ફે લાલો છગન ગોહિલને રૂા.1600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. દરોડા પુર્વે નાશી ગયેલા સુનિલ ઉર્ફે દત્ત રવજી પરમાર અને સંતોષ ઉર્ફે મેન્ટલ બાબુ ડોણાસીયા નામના બે શખ્સોની શોધખોળ આરંભી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.