જામનગર શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાંથી સીટી બી પોલીસે બે શખ્સોને દેશી દારૂની ભઠ્ઠી સાથે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ કુલ રૂા. 3600નો મુદામાલ કબજે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં રામેશ્વરનગર, ક્રિષ્ના પાર્ક શેરી નં. 3 પાસે નદીના કાઠે બાવળની કાંટમાં બે શખ્સો દેશી દારૂની પ્રવૃતિઓ ચલાવતા હોવાની સીટી બી ના પો.કો. પ્રદીપસિંહ રાણા તથા હિતેષભાઇ મકવાણાને મળેલ બાતમીને આધારે સીટી બીના પીઆઈ એચ.પી.ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી, બળભદ્રસિંહ જાડેજા, હિતેશ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન ધર્મેન્દ્ર લક્ષ્મણ રાઠોડ તથા રવીરાજસિંહ ઉર્ફે યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજાને એક નંગ ગેસનો બાટલો, બે ગેસના ચુલા, રૂા. 800ની કિંમતનો 400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, રૂા. 800ની કિંમતનું 400 લીટર કાચો આથો તથા રૂા. 2800ની કિંમતના ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા. 3600ની કિંમતના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.