ચેલા ગામના પાટિયા પાસેથી પંચકોષી બી ડિવીઝન પોલીસે બે શખસોને રૂા. 36000ની કિંમતની 7ર નંગ દારૂની બોટલ તથા મોટરકાર સહિત કુલ રૂા. 2,46000ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ ચેલાગામના પાટિયા પાસેથી બે શખ્સો મોટરકારમાં દારૂના જથ્થા સાથે નિકળનાર હોવાની પંચકોષી બી ડિવીઝનના હેકો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.કો. મહાવીરસિંહ જાડેજા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલા તથા સર્કલ ટીઆઇ ટી.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પંચકોષી બી ડીવીઝનના પીએસઆઇ એમ.એ. મોરી , એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર તથા ભયપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફ દદ્વારા રેડ દરમ્યાન જી.જે.-10 એ.પી. 9097 નંબરની મોટરકારમાંથી લક્ષ્મણદેવા પીડારીયા તથા મનસુખ ઉકા સિંગળ નામના બે શખ્સોને રૂા. 36000ની કિંમતની 72 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. રૂા. 36000ની 72 નંગ દારૂની બોટલ તથા રૂા. ર લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા. 2,46000ની કિંમતનો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.