લાલપુર તાલુકાના ભણગોર ગામની સીમમાં આવેલા મોરઝરીયા વાડી વિસ્તાર નજીક આવેલા ચેકડેમમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ભણગોર ગામની સીમમાં આવેલા મોરઝરીયા વાડી વિસ્તાર પાસેના ચેકડેમમાં બુધવારે બપોરના સમયે મહિલાનો મૃતદેહ હોવાની ગોરધનભાઇ કાનાણી દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઇ એમ.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તરવૈયાની મદદથી મહિલાનો મૃતદેહ બહાર કાઢયો હતો. પોલીસે આશરે 35 થી 40 વર્ષની મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા માટે આજુબાજુના વિસ્તારોમાં પૂછપરછ આરંભી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે જિલ્લામાં લાપત્તા થયેલી મહિલાની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.