Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતએસટી હવે મોંઘી સવારી પણ...

એસટી હવે મોંઘી સવારી પણ…

- Advertisement -

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) સંચાલિત બસ સેવાના ભાડામાં 1લી ઓગસ્ટથી અમલી બને તેવી રીતે સરેરાશ 22થી 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિગમના ભાડા વધારાના નિર્ણયથી રોજના દસ લાખ મુસાફરો પૈકી લોકલ સર્વિસ મારફતે સરેરાશ 48 કિમીના અંતરનો પ્રવાસ કરતાં 8.50 લાખ મુસાફરો પર દૈનિક રૂ.1થી રૂ.6નો ટિકિટ દીઠ વધારાનો બોજો પડશે. અલબત્ત, આનાથી એસટી નિગમને કેટલી આવક થશે એના અંગે નિગમે મૌન સેવ્યું છે, પરંતુ દાવો કર્યો છે કે પાડોશી સહિતના અનેક રાજ્યો દર વર્ષે પોતાની સરકારી બસ સેવાના ભાડામાં વધારો કરે છે. જ્યારે ગુજરાતમાં 2014 પછી પહેલી વખત ભાડા વધારો કરાયો છે.

- Advertisement -

ભાડા વધારા પાછળ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેસીસની કિંમતોમાં થયેલા વધારાને કારણભૂત ગણાવાયો છે. એની સાથોસાથ સરકારે 500 દિવસમાં એસટી બસ સેવા અને મુસાફરોની સુવિધામાં કાયાકલ્પની શરતે ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે.

નિગમની યાદીમાં જણાવાયા પ્રમાણે, ગુજરાતમાં હાલ લોકલ બસનું પ્રતિ કિમી ભાડું રૂ.0.64 છે એ હવે વધીને રૂ.0.80 થશે. આ જ રીતે એક્સપ્રેસ બસનું ભાડું રૂ.0.68થી વધી 0.85 થશે અને નોન એસી સ્લીપર બસનું રૂ.0.62થી વધીને રૂ.0.77 થશે. આ સાથે એવો દાવો કરાયો છે કે ભાડાં વધારા પછી પણ પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં હજુ પણ સરકારી બસ સેવાના ભાડાં નીચા છે.

- Advertisement -

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ સરકાર પર પ્રહાર કર્યો હતો કે, અસહ્ય મોંઘવારી વચ્ચે ભાવ વધારો પડતા પર પાટુ સમાન છે. ખોટ સરભર કરવાના નામે વધોરો ઝીંકે છે અને બીજીતરફ ભાજપના કાર્યક્રમોમાં બસોની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular