મહેસુલ વિભાગ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા એક હુકમ અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મહેસુલ વિભાગ તેમજ જિલ્લા કલેકટર કચેરીઓમાં ફરજ બજાવતા મહેસુલી કારકુન વર્ગ-3 તથા મહેસૂલી તલાટી તરીકે કાર્યરત કર્મચારીઓની બઢતી કરવામાં આવી છે.
રાજ્યની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા આશરે 1600 જેટલા કર્મચારીઓને સાંપળેલી આ બઢતીમાં ખંભાળિયા સહિત જિલ્લાના અનેક કર્મચારીઓને પણ બઢતીનો લાભ મળ્યો છે. જેથી આવા કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખંભાળિયાની મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ નાયબ મામલતદાર તરીકે છેલ્લા ઘણા સમયથી અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક બજાવતા ગીરીરાજસિંહ સોઢાને પણ આજરોજ નાયબ મામલતદાર તરીકે બઢતી મળતા તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.