ઓખામાં આવેલા આર.કે. બંદર વિસ્તારમાં રહેલી ગજરાજ નામની બોટમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની એવા મનુભાઈ જેસીંગભાઈ ભાલીયા નામના 36 વર્ષના માછીમાર યુવાનને ગઈકાલે હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત આ જ સ્થળે મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાણુ ખાતે રહેતા લક્ષ્મણભાઈ શંકરભાઈ આદિવાસી નામના 55 વર્ષના માછીમાર આધેડને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે.