Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકો દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટિસ ટેક્સમાં કરાયેલ વધારા સામે ચેમ્બર ઓફ...

Video : જામ્યુકો દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટિસ ટેક્સમાં કરાયેલ વધારા સામે ચેમ્બર ઓફ કોમર્સનો વિરોધ

400 ટકા સુધીનો કરાયેલો વધારો પરત ખેંચવા માગ

- Advertisement -

જામ્યુકો દ્વારા વર્ષ 2023-24થી કોમર્શિયલ પ્રોપર્ટિસના વેરામાં 400 ટકા સુધીનો વધારો કરવામાં આવતાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે અને આ વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવા પણ માગ કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવ્યાનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે મિલકત વેરો (એડવાન્સ ટેક્સ) ભરવા રિબેટ યોજના પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેના અનુસંધાને વ્યવસાયિકો તથા રહેણાંક ધરાવતાં મિલકત ધારકોએ રિબેટ યોજનાનો લાભ લઇ વેરો ભરવા જતાં ધ્યાનમાં આવેલ કે, ચાલુ એટલે કે, 2023-24ના વર્ષ માટે ભરવાપાત્ર વેરામાં અંદાજે 150થી 400 ટકા જેટલો વધારો લાદવામાં આવ્યો છે. આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેમના સભ્યો ઉદ્યોગકારો તથા વેપારીઓ તરફથી આક્રોશ સાથે રજૂઆતો મળી છે.

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાના મેયર તથા સ્ટે. કમિટીના ચેરમેનની રૂબરૂ મુલાકાત લઇ અચાનક એક સાથે મિલકતધારકો ઉપર અલગ અલગ રીતનો કોઇ તાર્કિક ગણતરીઓ વગરનો આટલો મોટો વધારો કરવાથી વેપારીઓ ઉદ્યોગકારો તેમજ નાના-નાના વેપારીઓ અને ઓફિસ ધરાવતા લોકો ઉપર અચાનક આટલી મોટી રકમનો બોજો આવતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જામનગર મહાનગરપાલિકાના આ નિર્ણયથી જામનગરની પ્રજા ઉપર અંદાજે 30થી 35 કરોડનો બોજો આવે તેવી શક્યતા છે. આ વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular