ગઇકાલે જૈનોના બાવીસમાં તિર્થંકર નેમિનાથ ભગવાનનો મોક્ષ કલ્યાણક છે. જેની ઉજવણીરૂપે જામનગર શહેરના નાગરચકલામાં આવેલ જૈન દેરાસરમાં મૂળનાયક નેમિનાથ ભગવાનના મોક્ષ કલ્યાણ નિમિત્તે ભવ્ય સોના વરખની આંગી કરવામાં આવી હતી. મોક્ષ કલ્યાણક નિમિત્તે સવારે ભક્તામર સ્ત્રોત, સ્નાત્ર પૂજા ભણાવવામાં આવ્યા હતાં. સવારથી જૈન ભાઇઓ-બહેનો-બાળકોએ મોટી સંખ્યામાં આ જિનાલયમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ બપોરે પૂજા ભણાવવામાં આવી હતી તથા સાંજના 6 વાગ્યાથી ભગવાનને સોનાના વરખની આંગી કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં જૈનોએ દર્શનનો લાભ લીધો હતો.