જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાઈ થતા આ વિસ્તારમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. આ ઘટના ની જાણ થતા ફાયર વિભાગ તથા 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ બચાવ કર્યા હાથ ધર્યું હતું. હાલારના સાંસદ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પણ દોડી ગયા હતા.
જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં વર્ષો જૂની ઈમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ઘણા સમયથી આવી ઇમારતો જરાસાઈ થવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે પરંતુ મહાનગરપાલિકાએ આવી ઇમારતો ખાલી કરાવવા માટે ક્યારેય ગંભીરતા દાખવી નથી આજે શહેરના સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાસાઈ થતા 7 થી 8 લોકો દબાયા હોવાની સેવાઈ રહી છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ ની ટીમ પોલીસ વિભાગ સહિતનું તંત્ર બનાવ સ્થળે પહોંચી ગયું હતું તેમાં ફાયર બ્રિગેડ દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
આ બનાવના પગલે આ વિસ્તારમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. આ ઘટના ની જાણ થતા જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગ ની ટીમ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય હાથ ધાર્યું હતું. ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગના કાટમાળ હેઠળથી પાંચ લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ વધુ લોકોની શોધખોળ હાથ ધરી હતી.
શહેરના સાધના કોલોની માં મકાન ધરાશાહી થવાની ઘટના ની જાણ થતા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી , રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મહાનગરપાલીકા કમિશનર ડી.એન.મોદી, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, વિપક્ષ નેતા ધવલ નંદા સહિતના અને કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોચેલા સાંસદ પૂનમબેન માડમ દુર્ઘટનાનો નઝારો જોઇને તેમજ ફસાયેલા લોકોના પરિજનોની વિકટ સ્થિતિ જોઈ ભાવુક બની ગયા હતા. અને તેમની આંખના ખૂણા ભીંજાયા હતા.