Monday, December 23, 2024
Homeરાજ્યરાવલના જ્વેલર્સની નજર ચૂકવી સોનાની વીટીઓનું બોકસ ચોરી ગયા

રાવલના જ્વેલર્સની નજર ચૂકવી સોનાની વીટીઓનું બોકસ ચોરી ગયા

ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલા તસ્કરનું કારસ્તાન : સીસીટીવીમાં ટોપી પહેરેલા તસ્કર સાથે બાઈક પર પલાયન : અંદાજે ત્રણ લાખની વીટીઓની ચોરી : એક જ વેપારીને બીજી વખત ટાર્ગેટ બનાવાતા અનેક તર્ક-વિર્તકો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની મુખ્ય બજારમાં ભરબપોરે જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલા તસ્કરે વીટી જોવાના બહાને વેપારીની નજર ચુકવી અંદાજે ત્રણ લાખની કિંમતના સોનાની વીટીનું બોકસ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં દર બુધવારે ગુજરીબજાર ભરાતી હોવાથી આ બજારમાં બહારગામથી અસંખ્ય લોકો ખરીદી કરવા આવતા હોય છે. જેના કારણે ગામમાં માણસોની અવર-જવર વધી જાય છે. દરમિયાન બુધવારે ગામની મુખ્ય બજારમાં આવેલી અશ્ર્વિન છોટાલાલ સોની નામના યુવાનની જ્વેલર્સની દુકાનમાં બપોરના સમયે બે મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને મહિલાઓ દ્વારા સોનાની વીટીની ખરીદી માટે જણાવતા વેપારીએ સોનાની વીટીના બોકસ બતાવ્યા હતાં. બન્ને મહિલાઓ દ્વારા સોનાની વીટી જોવાના બહાને વેપારી સાથે વાતચીત કરી નજર ચૂકવી આશરે ત્રણ લાખની કિંમતની સોનાની વીટી ભરેલું બોકસ ગણતરીની મિનિટોમાં બંને મહિલાઓ ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. વેપારીને ચોરીની જાણ થતા
તાત્કાલિક દુકાનની બહાર દોડી બુમાબુમ કરી હતી પરંતુ, તે પહેલાં બંને મહિલાઓ પલાયન થઈ ગઈ હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મુખ્ય બજારથી મેઈન રોડ પર આવેલા પેટ્રોલ પંપ સુધીના સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. આ સીસીટીવીમાં બસ સ્ટેન્ડ પાસે અગાઉથી બન્ને તસ્કર મહિલાઓની રાહ જોઇને ટોપી પહેરેલ શખ્સ બન્ને મહિલાઓને બાઈક પર બેસાડી નાશી ગયો હતો. અગાઉ પણ આ જ સોની વેપારીને એક શખ્સ દ્વારા નકલી સોનું આપી અસલી સોનાના રૂપિયા લઇ ગયો હતો અને ફરીથી એ જ વેપારીને ત્યાં તસ્કરો દ્વારા ટાર્ગેટ બનાવાતા અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ધોરે દિવસે થયેલી ત્રણ લાખની સોનાની વીટીઓની ચોરીઓમાં તસ્કર ત્રિપુટીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular