તાજેતરમાં કેબિનેટ તંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જામનગર ચેમ્બરની સત્ર શરુ સામાન્ય સભામાં કેબિનેટ મંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે સંસ્થાની સત્ર શરુ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં ગુજરાત રાજ્યનના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, કૃષિ પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ બેઠકની શરુઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત મહેમાન કારોબારી સમિતિના સભ્યો, ચેમ્બરની સભ્ય સંસ્થાઓના ઉપસ્થિત પ્રમુખ તથા સર્વે સામાન્ય સભ્યોને આવકારી સ્વાગત કરતા જણાવેલ હતું કે, ચેમ્બર તેમની પ્રણાલીકા અનુસાર જ્યારે પણ કોઇ જામનગરમાં અધિકારી કે પદાધિકારી ચાર્જ સંભાળે ત્યારે તેમનું સન્માન ચેમ્બર કરે છે તથા તેમની પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું અને મહેાન રાઘવજીભાઇ પટેલે નવનિયુક્ત પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને ચેમ્બરના પ્રમુખપદનું ચિન્હ પેરાવી તેમને પ્રમુખપદના સ્થાન ગ્રહણ કરાવ્યું હતું. પ્રમુખે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે, રાઘવજીભાઇ પટેલ છેલ્લા વર્ષોથી ચૂંટાઇ આવે છે. તેણે રાઘવજીભાઇ સમક્ષ જમનગર શહેર તથા જિલ્લાને સ્પર્શતા અમુક મહત્વના પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જેાં ખાસ કરીને જામનગર શહેર ફરતે રીંગ રોડ બનાવવા બાબત, શેખપાટ પાસે જીઆઇડીસી મંજૂર થયેલ છે. તેનું કામકાજ શરુ કરવા બાબત, જામનગર ખાતે એક વધારે જીઆઇડીસી સ્થાપવા બાબત, જામમનગર ફરતો મોટો દરીયો કિનારો છે. જેથી તેમાં થતી શેવાળ આધારીત ઉદ્યોગ સ્થાપવા બાબત, જામનગર શહેરના ડીપી/ટીપી ખોલવા બાબત, બાગાયત ખેતી વિકાસ યોજના બાબત, વિદેશાં કે અન્ય દરીયા કિનારે નાળીયેર વાવવાાં આવે છે તે રીતે ગુજરાત રાજ્યમાં પણ નાળિયેર વાવવા મંજૂરી મળવા બાબત વગેરે પ્રશ્ર્નો તથા પ્રવાસન નીતિ, શીપીંગ, વાર્ફેજ રીફન્ડ બાબત પ્રશ્ર્નો રજૂ કર્યો હતો અને જણાવેલ કે, રાઘવજીભાઇ પટેલ તરફથી હંમેશા સાથ સહકાર મળે છે તે પ્રમાણે પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં પણ સાથ સહકાર મળતો રહેશે. ત્યારબાદ સંસ્થાના ઉપસ્થિત પૂર્વ પ્રમુખ તુલસીભાઇ ગજેરા, પૂર્વ પ્રમુખ લાખાભાઇ કેશવાલા, રણીકલાલ કે. શાહ, નાથાભાઇ મુંગરા તથા જીતેન્દ્ર એચ. લાલે તથા ચેમ્બર સંલગ્ન એસો.માં જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના મનસુખભાઇ સાવલા, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ના પ્રમુખ ધીરજલાલ કારીયા, ધી સીડઝ એન્ડ મરચન્ટ એસો.ના ઉપપ્રમુખ પરેશભાઇ મહેતા, મંત્રી ધી કોમર્શિયલ ટેકસ પ્રેકટીશનર્સ એસો.ના નિરવભાઇ વડોદરીયા, જામનગર ગુડઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસો.ના વિજયભાઇ ખાખરીયા, જામનગર ઇલેકટ્રીક કોન્ટ્રાકટર એન્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ નિલેશભાઇ કગથરા, જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના પ્રતિનિધિ રાજેન્દ્રભાઇ રાબડીયા તથા હીરેનભાઇ પટેલ, જામનગર એકઝિમ ેટલ મરચન્ટ એસો.ના ખજાનચી સુરેશભાઇ હીરપરા, જામનગર શેર હોલ્ડર્સ એસો.ના પ્રમુખ મુગટભાઇ શાહ, જામનગર શીપીંગ એજન્ટ એસો.ના મિતેશભાઇ લાલ, જામનગર એફએમસીજી ડીસ્ટ્રીબ્યુટર્સ એસો.ના પ્રમુખ વ્યોમેશભાઇ લાલ, પટેલ કોલોની ઇન્ડસ્ટ્રીયલ એસો.ના જીતેન્દ્રસિંહ ઝાલા, જામનગર હાર્ડવેર એસો.ના ભાઇલાલભાઇ ગોધાણી, ગુજરાત પોર્ટ એસો.ના ક્રિશ્ર્નરાજભાઇ લાલ, જામનગર કેરોસીન/એલડીઓ ડીલર્સ એસો.ના પ્રમુખ વિપુલભાઇ કોટક, જામનગર ટેક્ષ ક્ધસલટન્ટ એસો.ના મંત્રી નિલેશભાઇ પોપટ, જામનગર ટેક્ષ બાર એસો.ના પ્રમુખ કમલેશભાઇ રુપારેલ, જામનગર બાંધણી એસો.ના પ્રમુખ વિબોધભાઇ શાહ, જામનગર બારદાનવાલા એસો.ના અજીતભાઇ મંગે, જામનગર મોટર મરચન્ટ એસો.ના મંત્રી મુસ્તફાભાઇ કપાસી વગેરે દ્વારા રાઘવજીભાઇ પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
મંત્રી રાઘવજીભાઇ પટેલે તેમના પ્રતિભાવમાં હોદ્ેદારો, પૂર્વ પ્રમુખો, કારોબારી સમિતિના સભ્યો તથા સંલગ્ન સર્વે એસો.ના સનન કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત તેઓએ જણાવેલ કે, જામનગર ચેમ્બર હાજન તરીકે ઓળખાતી સંસ્થા છે. તેમણે તેની મંત્રી તરીકેની કામગીરી વિશે માહિતી આપી હતી. વધુમાં જણાવેલ કે, ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે કામની અપેક્ષા રાખવામાં આવે તે વ્યાજબી છે. તેમણે ચેમ્બરે રજૂ કરેલા પ્રશ્ર્નો બાબત અમુક પ્રશ્ર્નો કેન્દ્ર સરકારના છે. તેમાં ખાસ સી-વીડ ઉદ્યોગ જામનગર ખાતે વિકાસ પામે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવા તથા રાજ્યના સરકારના પ્રશ્ર્નો અને જામનગર મહાનગરપાલિકાને લગતા પ્રશ્ર્નો બાબત સંકલન કરી રજુઆત કરવા અને તમામને સાથે રાખી પ્રશ્ર્નોના નિરાકરપ માટે પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી અને જણાવેલ કે, જામનગર અને જિલ્લાના કામકાજ માટે હંમેશા તત્પર રહીશ. આ તકે યાદગીરી સ્વરુપે સંસ્થાના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ રાઘવજીભાઇ પટેલને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન મંત્રી અક્ષતભાઇ વ્યાસે તથા બેઠકના અંતે સંસ્થાના ઉપપ્રમુખ રમણીકભાઇ અકબરીએ આભાર દર્શન કર્યું હતું.