જામનગર શહેરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ સામે આવેલા શનિવારના મેદાનમાં ચાલુ ક્ધસ્ટ્રકસન સાઈટ પાસેથી રખડતા ભટકતા અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ સાંપડતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ સામે શનિવારી મેદાનમાં ચાલતી ક્ધસ્ટ્રકશન સાઈટની બાજુમાંથી રવિવારે સવારના સમયે 65 વર્ષના રખડતા ભટકતા અજાણ્યો વૃદ્ધ બેશુધ્ધ હાલતમાં મળી આવ્યાની ચિરાગભાઈ વડાલિયા દ્વારા જાણ કરાતા વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા તપાસતા વૃદ્ધનું મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઇ એસ.વી.સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી.