Friday, December 27, 2024
Homeરાજ્યહાલારસીક્કામાં બાઈક ધીમે ચલાવવાનું કહેતાં ચાર શખ્સો દ્વારા સસરા અને પુત્રવધૂ ઉપર...

સીક્કામાં બાઈક ધીમે ચલાવવાનું કહેતાં ચાર શખ્સો દ્વારા સસરા અને પુત્રવધૂ ઉપર હુમલો

સસરાને ધકો મારી પછાડી દીધા : બચાવવા પડેલી પુત્રવધૂને બેટ વડે લમધારી : વાળ પકડી ઢસડી પતાવી દેવાની ધમકી આપી : ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામની શ્રીજી કોલોની વિસ્તારમાં બાઈક જોઇને ચલાવવાનું કહેતાં ચાર શખ્સોએ પ્રૌઢ ઉપર હુમલો કરી પછાડી દીધા હતાં. પ્રૌઢને બચાવવા વચ્ચે પડેલી પુત્રવધૂ ઉપર લાકડાના બેટ વડે આડેધડ ઘા મારી લોહી લુહાણ કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં શ્રીજી કોલોની વિસ્તારમાંથી પૂરઝડપે નિકળેલા બાઈકસવારને નૂરમહમદભાઈ નામના પ્રૌઢએ બાઈક ધીમે ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. આ બાબતે પ્રૌઢ અને તેની પુત્રવધૂ શેરબાનુબેન સમજાવવા ગયા હતાં તે દરમિયાન સાજીદ જુસબ સુંભણિયા, શાહીલ જુસબ સુંભણિયા, સોહિલ, અકબર પાલાણી સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી નુરમામદને ધકો મારી પછાડી દેતા તેની પુત્રવધૂ શેરબાનુબેન સસરાને બચાવવા પડી હતી. જેથી હુમલાખોરોએ લાકડાના બેટ વડે મહિલા ઉપર હુમલો કરી લોહી લુહાણ કરી નાખી હતી અને અન્ય બે શખ્સોએ મહિલાના વાળ પકડી ઢસડી મુંઢ ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગેની જાણ થતા એએસઆઇ આર.આર. કરંગીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ શેરબાનુબેનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular