Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયબાલાસોર રૂટ પર ટ્રેન વ્યવહાર ફરી શરૂ

બાલાસોર રૂટ પર ટ્રેન વ્યવહાર ફરી શરૂ

- Advertisement -

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. રવિવારે મોડી રાતથી ટ્રેનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. બીજી તરફ રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ 2 જૂનથી બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પર રોકાયા હતા. રાહત અને સમારકામના કામનું નિરીક્ષણ કર્યું.

- Advertisement -

દુર્ઘટનાના 51 કલાક બાદ જ્યારે પ્રથમ ટ્રેનને ટ્રેક પર ફ્લેગ ઓફ કરવામાં આવી ત્યારે રેલવે મંત્રી હાથ જોડીને ઉભેલાં જોવા મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. અમારો ધ્યેય ગાયબ થયેલા લોકોને શોધવાનો છે. આટલું કહીને તેઓ ભાવુક થઈ ગયા.

અકસ્માતના 48 કલાક બાદ રવિવારે રાત્રે સ્થળ પરથી એક મુસાફર જીવતો મળી આવ્યો હતો. અકસ્માત સમયે તે કોચમાંથી બહાર નીકળીને દૂર ફેંકાઇ ગયો હતો અને બેભાન થઈને પડ્યો હતો. યુવકની ઓળખ આસામના રહેવાસી દિલાલ તરીકે કરવામાં આવી છે. તેને તાત્કાલિક બચાવીને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેને ભાન આવ્યું. આ ઘટનામાં તેનો ફોન અને પાકીટ ગુમ થઈ ગયા હતા.

- Advertisement -

ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારે સવારે દાવો કર્યો હતો કે અકસ્માતમાં 288 નહીં પરંતુ 275 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી, જેના કારણે મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી હતી. આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular