Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરનાઘેડીના ખાણ વિસ્તારમાં યુવાનની આત્મહત્યા

નાઘેડીના ખાણ વિસ્તારમાં યુવાનની આત્મહત્યા

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામના ખાણ વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે પંખાના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકરનગર 1 માં રહેતાં દિલીપભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ.30) નામના યુવાને ગત તા. 1 ના ગુરૂવારે સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની દિપક પરમાર દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular