દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન આરોપી જુમા ઈબ્રાહીમ ભેસલીયા કે જે હાલ 19 વર્ષનો હોય તેની સાથે મિત્રતા થયા બાદ આરોપીએ ભોગ બનનારને મોબાઈલ ફોન અપાવ્યો હતો. જેમાં ભોગ બનનાર અને આરોપી ક્યારેક ફોનમાં વાત કરતા હતા.
ત્યારબાદ ભોગ બનનાર યુવતી ઓખા ખાતે રહેવા ચાલી ગઈ હતી. બાદમાં તારીખ 22 જાન્યુઆરી 2023 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના સમયે ભોગ બનનાર યુવતી તેણીના ઘરે હતી અને તેણીનો પતિ માછીમારી કરવા ગયો હતો. તેણીના સાસુ બાજુના અલગ રૂમમાં સુતા હતા, ત્યારે આરોપી જુમા ઇબ્રાહીમ ઉર્ફે નાનાભાઈ ભેસલીયાએ બળજબરીથી યુવતીના રૂમમાં પ્રવેશ કરી રૂમનું બારણું અંદરથી બંધ કરી તેણીના મોઢા ઉપર રૂમાલનો ડુચો ભરાવી અને બળજબરીપૂર્વક તેણીના હાથ બાંધી નાખતા દેકારાથી તેણીના સાસુ જાગી ગયા હતા અને તેણીએ બહારથી રૂમને તાળું મારી તેના પતિને બોલાવવા ગયા હતા.
પાછળથી આરોપી શખ્સ દ્વારા બળજબરી પૂર્વક યુવતીની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ભોગ બનનાર સાથે આરોપીએ નિકાહ પડવાની ના પાડતા ભોગ બનનારે ઉપરોક્ત શખ્સ ઓખા મરીન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જે અંગે ઓખા મરીને પોલીસે આઈપીસી કલમ 376 તથા 456 મુજબ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં આરોપી જુમા ભેસલીયાએ ધરપકડની દહેશત વ્યક્ત કરી, દ્વારકાની એડિશનલ સેશન્સ અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરતાં આ પ્રકરણમાં આરોપી તરફે સિનિયર એડવોકેટ જીતેન્દ્રભાઈ હિંડોચાની દલીલો તથા હાયર કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઇ અને આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.