આગાહી મુજબ મોડી રાત્રે વાવાઝોડા સાથે હરિદ્વાર પંથકમાં દોઢથી બે ઇંચ વરસાદ થયો હતો અને હજુ પણ વાદળછાયું વાતવરણ હોવાથી ગમે ત્યારે વધુ વરસાદ થવાની શક્યતા નકારી શકાતી નથી. રાત્રિનાં અઢી વાગ્યાથી વ્હેલી સવાર સુધી હરિદ્વારવાસીઓ બાનમાં મુકાય ગયા હતા.
ગઇકાલે સાંજે 3 કલાકમાં દેહરાદૂન, પૌરી ગઢવાલ, હરિદ્વાર, ટિહરી ગઢવાલમાં તીવ્ર વરસાદ, વીજળી, કરા અને વાવાઝોડા (50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે 70 કિમી પ્રતિ કલાક) સાથે વાવાઝોડું આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
આ મુજબ રાતે અઢી વાગ્યે વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું હરિદ્વાર અને તેની આસપાસના વિસ્તારોમાં આગમન થયું હતું અને રસ્તાઓ પરથી નદીની માફક પાણી વહેતા થઈ ગયા હતાં.
રાત્રિનાં અઢી વાગ્યાથી વહેલી સવારનાં પોણા ચાર વાગ્યા સુધીમાં દોઢથી બે ઇંચ વરસાદ થયાનો અંદાજ છે. સતત બીજા દિવસની રાત્રિનાં પણ ઝંઝાવાત સાથેનો વરસાદના થવાનાં પરિણામે હરિદ્વાર પંથકમાં ખેતીના પાકને નુકશાન થયાની ભિતી સેવાય રહી છે.