Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરVideo : ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવાનો કાર્યક્રમ...

Video : ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવાનો કાર્યક્રમ યોજાયો

ધ કેરલ સ્ટોરી, ફિલ્મ મહિલાઓ ને નિશ્ચિત માનસિકતાથી સાવચેત રહેવા જાગૃત કરવા નું માધ્યમ હોય, 78 વિધાનસભા ના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ભાજપ મહિલા મોરચા સહિત વોર્ડ મહિલા મોરચા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે મેહુલ સીનેમેકસ ખાતે ફિલ્મના બપોર ના શો નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રેસ મીડિયાને ઉદ્બોધન કરતા જણાવેલ કે, એક નિશ્ર્ચિત માનસિકતા કઈ રીતે યુવતીઓ ને ટ્રેપ માં ફસાવે છે, તે માનસિકતા થી સાવચેત થવા, જાગૃતિ કેળવવા આ ફિલ્મ ખાસ જોવા જેવી છે, અને જોવી જોઈએ.

- Advertisement -

આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે મેયર તપન પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોષરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ગોવા શિપયાર્ડ માં ચેરમેન હસમુખભાઈ હિંડોચા, મહિલા મોરચાના અધ્યક્ષ રીટાબેન જોતંગિયા સહિત મહિલા મોરચાના પદાધિકારી, વિવિધ મોરચા ના પ્રમુખ હોદેદારો, વોર્ડ મહિલા મોરચાના પદાધિકારી કાર્યકર્તા, કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિના સભ્યો, કોર્પોરેટરઓ, કાર્યકર્તા, શહેર સંગઠનના હોદેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિના પદાધિકારી સહિત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા વિભાગના કનવીનર ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular