જામનગરના જાણીતા આહિર બિલ્ડર સામે સમાધાનનો ચેક પરત ફરતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કેસની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના આહિર બિલ્ડર જીવાભાઇ કાનાભાઇ ગોજિયાને પોતાના ધંધાના વિકાસ માટે નાણાંની જરૂરિયાત હોય તેમણે જામનગરમાં જ રહેતાં દેવરખીભાઇ વ્રજસીભાઇ બેડિયાવદર પાસેથી હાથ ઉછીના રૂા. 11,પ0,000 લીધા હતા. જેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો પરંતુ આ ચેક બેંકમાં રજૂ કર્યા બાદ પરત ફરતાં જીવાભાઇ ગોજિયા વિરૂધ્ધ નેગોશિયેઅલ ઇન્સ્ટ્રમેન્ટ એકટ હેઠળ જામનગરની અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના સમાધાન પેટે અદાલતની રૂબરૂમાં રૂા. 8 લાખનો ચેક ફરિયાદી દેવરખીભાઇને આપ્યો હતોે અને તેનો ચૂકવણું થઇ જવાની ખાતરી પણ આપવામાં આવી હતી. તેમ છતાં સમાધાન પેટે આપવામાં આવેલો રૂા. 8 લાખની રકમનો ચેક પણ બેંકમાંથી પરત ફરતાં દેવરખીભાઇએ જીવાભાઇ સામે અદાલતમાં ફરીથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરિયાદ દાખલ કરી છે. જેમાં ફરિયાદી તરફે વકીલ આર.આર. રાવલ એસોસિએટસના યજુવેન્દ્રસિંહ એમ. પરમાર તથા બલવંતસિંહ બી. સોઢા રોકાયેલ છે.
જામનગરના બિલ્ડર જીવાભાઇ ગોજિયા સામે ચેક પરત ફરવાની ફરિયાદ
સમાધાન પેટે આપેલો આઠ લાખનો ચેક પરત ફર્યો હતો