બોલીવુડ એકટ્રેસ પરિણીતી ચોપરા આજે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરશે. પરિણીતી અને રાઘવ છેલ્લા કેટલાય સમયથી સમાચારોમાં ચમકી રહ્યા હતા. સગાઈ સમારોહને લઈને પરિણીતીના ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેની તસ્વીરો સોશ્યલ મીડીયા પર શેર થઈ છે. ખબરો મુજબ દિલ્હીના કોનોટ પ્લેસ સ્થિત કપુરથલા હાઉસમાં બન્નેની સગાઈ થશે. અહેવાલો અનુસાર સગાઈની વિધિ આજે સાંજે 5 વાગ્યે શરૂ થશે. સૌથી પહેલા સુખમની સાહિબના પાઠ કરવામાં આવશે ત્યારબાદ અરદાસ અને ત્યારબાદ સગાઈ વિધિ અને ડીનરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર આ સગાઈ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન પણ હાજર રહેશે. આ સગાઈ સમારોહમાં લગભગ 150 લોકોને આમંત્રણ અપાયું છે. જો કે હજુ રાઘવ અને પરિણીતીના લગ્નની તારીખ હજુ નકકી નથી થઈ પરંતુ તે વર્ષના અંતમાં થઈ શકે છે.