Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરપૂજયપાદ શ્રી પ્રેમગુરૂદેવની 37મી પૂણ્યતિથીની તપ-ત્યાગની આવતીકાલે ઉજવણી

પૂજયપાદ શ્રી પ્રેમગુરૂદેવની 37મી પૂણ્યતિથીની તપ-ત્યાગની આવતીકાલે ઉજવણી

- Advertisement -

ગોંડલ સંપ્રદાયના બહુશ્રૂત આચાર્ય પૂ. શ્રી જશાજી સ્વામીના પાટાનુપાટ 80 વર્ષની જૈફવયે ઉપલેટામાં દીક્ષા અંગીકાર કરનાર પૂજયપાદ શ્રી પ્રેમમુનિ મ.સા.એ પોતાના 24 વર્ષના પુત્ર પૂ. ધીરજમુનિ મ.સા. એમ પિતા-પુત્રએ એક સાથે સંયમ માર્ગે પ્રયાણ કર્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાત, કચ્છમાં વિચરણ કરેલ. 80 વર્ષથી વયે 25-25 કિલોમીટરની વિહારયાત્રા તેમજ તપની આરાધના કિલોમીટરની વિહાર યાત્રા તેમજ તપની આરાધના કરતાં 1984 માં અમદાવાદથી બરોડા વિહાર દરમિયાન કાર અકસ્માત થતા બે વર્ષ અમદાવાદમાં સ્થિરવાસ હતાં.જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના જશાપર ગામે સને 1903 માં શ્રી જીણાભાઈ મણિયાર અને કસુંબોન મણિયારના ગૃહાંગણે જન્મેલા શ્રી પોપટભાઇ 30 વર્ષની વયે ગ્રામ પંચાયતના સરપંચ બન્યા પછી 50 વર્ષ સુધી સેવારત હતાં. નાના ગામાં પ્રાથમિક શાળા, રામ મંદિર, શંકરમંદિર, ગૌશાળા, પાણીના કૂવા વગેરેના નિર્માણ કરાવ્યાં હતાં. અમદાવાદમાં તા.30-05-1986 વૈશાખ વદ 8 ના દિવસે સમાધિભાવે 84મા વર્ષે સવા ચાર વર્ષના દીક્ષા પર્યાય સહિત કાળધર્મ પામ્યા હતાં.

- Advertisement -

તા.12 ને શુક્રવારે ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રયે તપસ્વી રાજ પૂ. પારસમુનિ મ.સા. ઠાણા – 3 તથા પૂ. જશુબાઇ મ.સ., પૂ. ભારતીજી મ.સ., પૂ. નયનાજી મ.સ., પૂ. સુરવિજી મ.સ., પૂ. પ્રતિમાજી મ.સ.આદિ ઠાણાની નિશ્રામાં દયાવ્રત, વ્યાખ્યાન, જાપ, વાચના રાખેલ છે. જયારે રાજકોટમાંં શ્રમજીવી ઉપાશ્રયે પ્રવર્તીની પૂ. વનિતાબાઇ મ.સા. આદિ ઠાણાની તેમજ અન્ય સંઘમાં ઉજવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular