Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારસીક્કામાં એસઆરપી કેમ્પનો જવાન લાપતા

સીક્કામાં એસઆરપી કેમ્પનો જવાન લાપતા

જામનગર તાલુકાના સીક્કામાં આવેલી એસઆરપી બેરેકમાં ફરજ બજાવતો જવાન કેમ્પમાંથી કોઇને કહ્યા વગર ચાલ્યો જતાં આ અંગેની જાણ પોલીસમાં કરવામાં આવતા એસઆરપી જવાનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કામાં એલસી 4 ગેઈટની બાજુમાં આવેલી એસઆરપી બેેરેકમાં ફરજ બજાવતો તાપી જિલ્લાના દોલવણ તાલુકાના કુંભીયા મીસન ફળિયુનો વતની હેમંતભાઈ અર્જુનભાઈ ચૌધરી (ઉ.વ.34) નામનો હેડ કોન્સ્ટેબલ ગત તા.8 ના રોજ સાંજના 8:30 વાગ્યાના અરસામાં એસઆરપી કેમ્પ ખાતેથી કોઇને કહ્યા વગર ચાલ્યો ગયો હતો. સાડા પાંચ ફુટ ઉંચાઈ ધરાવતા ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતા દુધિયા કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ એસઆરપી જવાન હેમંતભાઇ અંગે કોઇપણ માહિતી મળે તો સીક્કા પોલીસ સ્ટેશનમાં અથવા 9316163009 મોબાઇલ નંબર પર સંપર્ક કરવા સીક્કા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular