લાલપુર તાલુકાના મીઠોઇ ગામના વાડી વિસ્તારમાં રહેતો અને ખેતમજૂરી કરતો દિનેશભાઈ મુળુભાઈ વાઘેલા (ઉ.વ.33) નામનો યુવાન ગત તા.30ના રોજ સાંજના સમયે ગામમાં તેના પિતા મુળુભાઈને ‘લોટ લઇને આવું છું’ તેમ કહીને ગયો હતો. ત્યારબાદથી લાપતા થયેલા પાતળા બાંધાના 5 ફુટ 6 ઈંચની ઉંચાઈ ધરાવતા અને જમણા હાથના પોચામાં ૐ ત્રોફાવેલ યુવાન અંગેની કોઇપણ માહિતી મળે તો મેઘપરના હેકો એલ.જી. જાડેજા (મો.7984342220) ને અથવા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા પોલીસની યાદીમાં જાહેર કરાયું છે.