Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારકાલાવડના ડાંગરવાડામાંથી તરૂણીનું અપહરણ

કાલાવડના ડાંગરવાડામાંથી તરૂણીનું અપહરણ

કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની 16 વર્ષની તરૂણી પુત્રીનું મધ્યપ્રદેશનો શખ્સ અપહરણ કરી ભગાડી ગયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામની સીમમાં મનસુખભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા વિજયભાઈ નાયક નામના યુવાનની 16 વર્ષ 5 મહિનાની તરૂણી પુત્રીનું ગત તા.1 મે ના રાત્રિ દરમિયાન મધ્યપ્રદેશનો રાજુ કરણસીંગ નામનો શખ્સ અપહરણ કરી લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હતો. આ અંગેની જાણ કરતા પીઆઇ એમ.બી. ગજ્જર તથા સ્ટાફે તરૂણીના પિતાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular