Wednesday, January 1, 2025
Homeરાષ્ટ્રીયરાજસ્થાનમાં મિગ-21 ક્રેશ, ત્રણ ગ્રામિણના મોત

રાજસ્થાનમાં મિગ-21 ક્રેશ, ત્રણ ગ્રામિણના મોત

- Advertisement -

રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં 3 ગ્રામીણના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ વિમાન ક્રેશ થઈને એક મકાન પર પડ્યું હતું. માહિતી અનુસાર બંને પાઈલટ પણ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામીણો અને સ્થાનિકો ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. હનુમાનગઢના બહલોલ નગરમાં આ ઘટના બની હોવાની માહિતી મળી છે. માહિતી અનુસાર ઘટના સમયે ઘરમાં ચાર લોકો હાજર હતા. જેમાંથી બે મહિલાઓ મૃત્યુ પામી ગઈ હતી. માહિતી અનુસાર પેરાશૂટની મદદથી જમ્પ લગાવીને બંને પાઇલટોએ પોતાનો જીવ બચાવ્યો હતો. આ મામલે વાયુસેનાએ નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં જણાવાયું હતું કે આ દુર્ઘટના દરમિયાન મિગ-21 વિમાન ટ્રેનિંગ પર ઉડાન ભરી રહ્યું હતું. દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સુરતગઢની નજીકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular