Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પ્રેમસંબંધનો ખાર રાખી પરિવાર ઉપર ત્રણ શખ્સોનો હુમલો

જામનગર શહેરમાં પ્રેમસંબંધનો ખાર રાખી પરિવાર ઉપર ત્રણ શખ્સોનો હુમલો

યુવકના પિતા સહિતના ચાર વ્યક્તિઓ ઘવાયા : યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સો દ્વારા પાવડા વડે હુમલો : સામા પક્ષે યુવકના પિતા સહિતના ચાર શખ્સો દ્વારા પાઈપ વડે હુમલો : યુવતીના પિતા અને ભાઈ ઘવાયા : પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના એરફોર્સ રોડ પર ઈન્દીરા કોલોનીમાં રહેતાં યુવાનને યુવતી સાથેના પ્રેમસંબંધનો ખાર રાખી યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સોએ યુવકના પિતા સહિતના ઉપર પાવડા વડે હુમલો કરી ધમકી આપી હતી. સામા પક્ષે યુવતીના પિતા ઉપર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એરફોર્સ રોડ પર ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા કોલોનીમાં રહેતાં યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેનો ખાર રાખી યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી યુવકના પિતા નાગજીભાઇ મકવાણા ઉપર જગદિશ દેવજી સોલંકી, બલીયો, કાવલા નામના શખ્સોએ પાવડા વડે હુમલો કર્યો હતો. તેમજ નરેશભાઈને જમણા હાથમાં ઈજા કરી હતી તથા જગદિશભાઈના જમાઈ હસમુખભાઈ ઉપર પાવડા વડે અને સરલાબેનને મુંઢ માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઘવાયેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યારે સામાપક્ષે જગદિશ સોલંકીએ રવિવારે રાત્રિના સમયે ચમન લાલા પરમાર અને કેલા લાલા પરમાર બંનેને મજાક મસ્કરી કરવાની ના પાડતા ખોટું લાગી આવતા નાગજી ખીમજી મકવાણા, ચમન લાલા પરમાર, કેલા લાલા પરમાર, મના લાલા પરમાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી જગદિશ સોલંકી અને તેના પુત્ર ઉપર પાઇપ વડે હુમલો કર્યો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં જગદિશભાઈ તથા તેના પુત્રને ઈજા પહોંચી હતી.ઈન્દીરા કોલોનીમાં સામસામા કરાયેલા હુમલામાં છ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ એચ.ડી.હિંગ્રોજા તથા સ્ટાફે નાગજીભાઈ મકવાણાના નિવેદનના આધારે જગદિશ સોલંકી સહિતના ત્રણ શખ્સો સામે તથા જગદિશ સોલંકીના નિવેદનના આધારે નાગજી મકવાણા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular