જામનગરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા.3000 ની કિંમતની છ નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ દારૂ સપ્લાય કરનારની શોધખોળ હાથ ધરી હતી. જામનગર પંચ બી પોલીસે એક શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.3 માં રહેતાં દિવ્યેશ મનસુખ ચૌહાણ નામના શખ્સના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન રૂા.3000 ની કિંમતની છ નંગ દારૂની બોટલ સાથે દિવ્યેશ મનસુખ ચૌહાણને ઝડપી લીધો હતો. તેમજ દારૂની સપ્લાય કરનાર કરણ ઉર્ફે બાડો નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો પંચ બી પોલીસ દ્વારા તા.4 ના રોજ યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપી લીધો હતો.