Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરદિગ્વીજય પ્લોટમાં રહેણાંક મકાનમાંથી 10 નંગ દારૂની બોટલ ઝડપાઈ

દિગ્વીજય પ્લોટમાં રહેણાંક મકાનમાંથી 10 નંગ દારૂની બોટલ ઝડપાઈ

આરોપીની શોધખોળ હાથ ધરાઇ : દરેડ નજીક બે દરોડામાં બે શખ્સો ત્રણ નંગ દારૂની બોટલ સાથે ઝડપાયા

જામનગર શહેરના 64 દિગ્વીજય પ્લોટમાંથી સીટી એ પોલીસે રેઈડ દરમિયાન રહેણાંક મકાનમાંથી રૂા.5000 ની કિંમતની 10 નંગ દારૂની બોટલ ઝડપી લઇ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરેડ જીઆઇડીસી ફેસ-2 નજીકથી પોલીસે રેઈડ દરમિયાન એક શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. તેમજ જીઆઈડીસી ફેસ 2 પટેલ ચોક પાસેથી એક શખ્સ બે નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના 64 દિગ્વીજય પ્લોટની બાજુવાળી શેરીમાં દિપક રાજુ ધનવાણીના રહેણાંક મકાનમાંથી સિટી એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.5000 ની કિંમતની 10 નંગ દારૂની બોટલ કબ્જે કરી હતી. રેઈડ દરમિયાન આરોપી દિપક ધનવાણી હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ 2 વિશાલ ચોકથી આગળ વે બ્રીજ પાસે રોડ ઉપરથી પંચ બી પોલીસે રેઈડ દરમિયાન દિનેશ વાલજી પરમાર નામના શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

ત્રીજો દરોડો, જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 પટેલ ચોક પાસે થી પંચ બી પોલીસે પરેશ દિનેશ મંગે નામના શખ્સને રૂા.1000 ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular