છત્તીસગઢના બાલોદ જિલ્લામાં બુધવારે મોડી રાતે એક ભયંકર દુર્ઘટનામાં દસ લોકોના મોત થઈ ગયા. આ દુર્ઘટના બાલોદ જિલ્લાના જગતરાની પાસે થયો છે. બાલોદ એસપી જિતેન્દ્રકુમાર યાદવે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, બાલોદ જિલ્લાના જગતરાના નજીક ટ્રક અને કારની ટક્કરમાં 10 લોકોના મોત થયા છે. જયારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયું છે. ઘાયલને સારવાર માટે રાયપુર રેફર કરવામાં આવ્યું છે. ટ્રક ચાલકની શોધખોળ થઈ રહી છે. રાજયના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું- હાલમાં સૂચના મળી છે કે, બાલદોના પુરુર અને ચારમાની વચ્ચે બાલદોગદન નજીક લગ્ન પ્રસંદમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 10 લોકોના મોત થઈ ગયા છે અને એક બાળકીની હાલત ગંભીર છે. ઈશ્ર્વર દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ તથા તેમના પરિવારને હિમ્મત આપે. ઘાયલ બાળકીના સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.


