Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વિજ કંપનીના ઇજનેરનો છુટાછેડા મેળવવાનો દાવો રદ

જામનગરમાં વિજ કંપનીના ઇજનેરનો છુટાછેડા મેળવવાનો દાવો રદ

જામનગરમાં પીજીવીસીએલમાં ઇજનેર તરીકે ફરજ બજાવતાં વણિક યુવાનનો છુટાછેડા મેળવવા માટેનો દાવો ફેમિલી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવ્યો છે. જામનગરમાં વીજ કંપનીમાં ફરજ બજાવતાં પ્રિયાંક હરીશભાઇ મેતાના લગ્ન કિરણબેન પ્રફુલચંદ્ર અંકલેશ્ર્વરીયા સાથે 2011માં થયા હતા. આ લગ્ન જીવનથી તેમને પુત્રીનો જન્મ થયો હતો. લગ્ન દરમ્યાન પ્રિયાંકભાઇ દ્વારા કિરણબેનને ત્રાસ આપવામાં આવતો હોય 2018થી કિરણબેન તેમના માવતરે રહેતા હતા. ત્યારબાદ પ્રિયાંકભાઇએ છુટાછેડા મેળવવા માટે ફેમિલી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં બન્ને પક્ષો દ્વારા કરવામાં આવેલી દલિલોને ધ્યાને લઇ અદાલતે પ્રિયાંકભાઇ દ્વારા કરવામાં આવેલા છુટાછેડા મેળવવાના દાવાને રદ કર્યો હતો. આ કેસમાં કિરણબેન તરફે વકીલ નાથાલાલ પી. ઘાડિયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગ્રા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા તથા નેમિષ જે. ઉમરેટીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular