Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરપટેલ પરિણિતા દ્વારા સગાભાઈ સામે કરેલ ચેક રીટર્નના કેસમાં અદાલત દ્વારા સજાનો...

પટેલ પરિણિતા દ્વારા સગાભાઈ સામે કરેલ ચેક રીટર્નના કેસમાં અદાલત દ્વારા સજાનો હુકમ

જામનગર પટેલ સમાજમાં ચકચા2 જગાવનાર આ કેસની હકીક્ત એવી છે કે, જામનગરમાં શિવમ સોસાયટીમાં રજંનબેન રસિકભાઈ ગજેરા દ્વા2ા લોધિકા તાલુકાના ચીભડા ગામે રહેતા પોતાના સગાભાઈ અને કોન્ટ્રાકટર અતુલભાઈ ઠાકરશીભાઈ ગોંડલીયાને સંબંધદાવે હાથઉછીના રૂા. 2,પ1,000આપેલા હતાં. જે અંગે ભાઈ દ્વારા બહેન જોગ લખાણ પણ ક2ી આપેલ હતું. બહેને પોતાની રકમની ઉઘરાણી કરતા ભાઈ દ્વારા બેંક ઓફ ઈન્ડીયા, 2ાજકોટ શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક રંજનબેન રસિકભાઈ ગજેરા દ્વા2ા પોતાના બેંક ઓફ ઈન્ડીયા, હોસ્પિટલ રોડ શાખા, જામનગરના ખાતામાં કલીયરીંગ માટે રજુ ક2તા ‘નાણાંના અભાવે’ ના શે2ા સાથે ચેક પરત ફરેલ હતો. જેથી રંજનબેન રસિકભાઈ ગજેરા દ્વારા પોતાના વકીલ નાથાલાલ ઘાડીયા મારફત નોટીસ આપી હતી. છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા રંજનબેન રસિકભાઈ ગજેરા દ્વારા જામનગરની અદાલતમાં પોતાના સગાભાઈ અતુલભાઈ ઠાક2શીભાઈ ગોંડલીયા સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ કેસ દાખલ કરેલ હતો.

- Advertisement -

જે કેસ જામનગરના મે. એડી.જ્યુ.મેજી. પી. પી. ચૌહાણની અદાલતમાં ચાલી જતાં અદાલતે અતુલભાઈ ઠાકરશીભાઈ ગોંડલીયાને છ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ પૈકી બાકી રહેતી રકમ રૂા. પપ,000નો દંડ ક2વામાં આવ્યો છે અને આ દંડની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુક્વી આપવા અને જો દંડની રકમ ચુક્વી આપવામાં ક્સુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફ2ીયાદી રંજનબેન રસિકભાઈ ગજેરા તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular