ભાણવડ તાલુકાના જામપર ગામમાં રહેતી પરિણીતાને તેણીના પતિ દ્વારા લગ્નજીવન દરમિયાન અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના જામપર ગામે હાલ રહેતી રાણીબેન મહેન્દ્રભાઈ રાઠોડ નામની 40 વર્ષની પરિણીત યુવતીને જામનગરમાં સાઈબાબાના મંદિર પાસે રહેતા તેના પતિ મહેન્દ્રભાઈ દાનાભાઈ રાઠોડ દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે અહીંના મહિલા પોલીસમાં આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.